Nari Prahar

Category: Uncategorized

  • ચીખલીમાંથી રૂ.10.20 લાખનો વિદેશી દારૂ ઝડપાયો.

    ચીખલીમાંથી રૂ.10.20 લાખનો વિદેશી દારૂ ઝડપાયો.

    સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી કુલ રૂ.30.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

    ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી રૂ.10.20 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

    મળતી માહિતી મુજબ, મલીયાધારા ગામની સીમમાં અટગામથી ચીખલી તરફ આવતા રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આશરે 120 પેટી દારૂ/બીયર, કુલ 4,484 બોટલ મળી આવી હતી. દારૂની કિંમત રૂ.10,20,960 હોવાનું સામે આવ્યું છે. અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ.30,40,960નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

    દરોડા દરમિયાન પોલીસે બે આરોપીઓ—જીતુ ઉર્ફે યતીન કિશોરભાઈ રાઠોડ અને મીત ઉર્ફે મીતલો નટવરભાઈ માહ્યાવંશીને ઝડપી પાડ્યા હતા. જ્યારે છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

    આ મામલે ચીખલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તથા ભારતીય ન્યાય સંહિતા-2023 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

  • ભરૂચ તાલુકાના કાસદ ગામે રી-સરવે કામગીરીની કલેક્ટરે કરી સ્થળ પર સમીક્ષા..

    ભરૂચ તાલુકાના કાસદ ગામે રી-સરવે કામગીરીની કલેક્ટરે કરી સ્થળ પર સમીક્ષા..

    ભરૂચ: રાજ્ય સરકારની ભૂમિ-સીમાંકન (રી-સરવે) ઝુંબેશ અંતર્ગત ભરૂચ તાલુકાના કાસદ ગામે ચાલી રહેલી જમીન માપણી કામગીરીની જિલ્લા કલેક્ટરશ્રીએ સ્થળ પર જઈ સમીક્ષા કરી હતી.

    MMCના સભ્યો, સરવે અધિકારીઓ અને સ્થાનિક ખેડૂત ખાતેદારોની હાજરીમાં ચાલી રહેલી માપણી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ દરમિયાન જિલ્લા કલેક્ટરે અધિકારીઓને ખેડૂતોના જમીન હક્કો અને સીમાઓ અંગેની કામગીરીમાં સંપૂર્ણ ચોકસાઈ અને પારદર્શિતા જાળવવા કડક સૂચનાઓ આપી હતી.

    સરવેની કામગીરી દરમિયાન તમામ તકનીકી પાસાઓની યોગ્ય ચકાસણી કરી કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે તે માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.ખેડૂતોને ભવિષ્યમાં જમીન મહેસૂલી રેકોર્ડને લઈને મુશ્કેલી ન પડે તે રીતે રી-સરવેની કામગીરી ક્ષતિરહિત અને નિયમો મુજબ પૂર્ણ કરવા અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

  • નવરંગપુરા છેતરપિંડી કેસમાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા.

    નવરંગપુરા છેતરપિંડી કેસમાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા.

    અમદાવાદ: નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    પોલીસના જણાવ્યા મુજબ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11191036260145/2026 મુજબ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 316(2) તથા 54 હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

    પકડાયેલા આરોપીઓમાં અંકિત બાબુભાઈ શ્રીમાળી (ઉં.વ. 35), સમસુદ્દીન ઉર્ફે સમસુભાઈ ગફુરભાઈ શેખ (ઉં.વ. 64) અને દિલીપ બંશીલાલ ઠક્કર (ઉં.વ. 41)નો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓને તા. 27 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 3:25 વાગ્યે BNSS-2023ની કલમ 35(1)(જે) મુજબ પકડી અટક કરી વધુ તપાસ માટે નવરંગપુરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ કરવામાં આવી હતી.

    ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહીથી છેતરપિંડીના આ ગુનામાં નાસતા ફરતા આરોપીઓ પોલીસની પકડમાં આવ્યા છે.

  • બાપુનગરમાં 2.051 કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો.

    બાપુનગરમાં 2.051 કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો.

    અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સના દુષણને નાબૂદ કરવાની કામગીરી અંતર્ગત બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

    ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અજીતમિલ ચાર રસ્તા નજીક સુમેલ-8ની દુકાન નં. ‘જે/123’ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન પોલીસે મોહમ્મદ સાદાબ સ/ઓ આલમ મોહમ્મદ જુનેદ આલમ શેખ (ઉંમર 24 વર્ષ), રહે. બાપુનગર, અમદાવાદને ઝડપી પાડ્યો હતો.

    પોલીસે આરોપી પાસેથી 2 કિલો 51 ગ્રામ ગાંજો, કિંમત રૂ.1,02,550નો જથ્થો કબજે કર્યો હતો. આ ઉપરાંત રૂ.5,000ની કિંમતનો એક મોબાઇલ ફોન અને અન્ય સામગ્રી મળી કુલ રૂ.1,07,550નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.આ મામલે આરોપી તેમજ ગાંજાનો જથ્થો પૂરો પાડનાર સહઆરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    આ કેસમાં મોહમ્મદ તુફેલ મોહમ્મદ મુસ્તાક શેખ, રહે. બાપુનગર, અમદાવાદ વોન્ટેડ છે.

  • એન.ડી.પી.એસ.ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ..!!

    એન.ડી.પી.એસ.ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ..!!

    અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે એન.ડી.પી.એસ.ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અગાઉ પકડાયેલા ગેરકાયદેસર નશાકારક કફ સિરપની બોટલોનો જથ્થો આપનાર અને ત્યારથી નાસતો ફરતો આરોપી ઝાકીર સ/ઓ સગીરભાઈ કદીરભાઈ શેખ (ઉં.વ. 31), રહે. મકાન નં. 79, ખાનજા દરવાજા, ગેટ નં. 2, જમાલપુર, ગાયકવાડ હવેલી, અમદાવાદ શહેરને ઝડપી પાડ્યો હતો.

    ઝાકીર શેખ વિરુદ્ધ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11192020260504/26 મુજબ એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 21(સી) અને 29 હેઠળ ગુનો નોંધાયેલો છે.આરોપીને ઝડપી પાડ્યા બાદ તેને ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની પ્રેસનોટમાં જણાવાયું છે.

  • આમોદમાં ગોવંશ કતલના આરોપી સામે કડક કાર્યવાહી, ચાર જિલ્લામાંથી બે વર્ષ માટે તડીપાર..!!

    આમોદ: આમોદ તાલુકાના ઇખર ગામના મુસ્તાક ઉર્ફે મુન્નો જાલુખા પઠાણ સામે ગોવંશ કતલના ગંભીર ગુનાઓને લઈ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જંબુસરના નાયબ કલેક્ટર દ્વારા આરોપીને ભરૂચ, વડોદરા, નર્મદા અને સુરત ગ્રામ્ય જિલ્લામાંથી બે વર્ષ માટે તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

    પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સામે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ કુલ પાંચ ગુનાઓ નોંધાયેલા છે. આ ગુનાઓ આમોદ, પાલેજ, વડોદરા તથા સુરત ગ્રામ્ય પોલીસ મથકોમાં નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.તડીપારના હુકમ બાદ આમોદ પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

    હુકમ મુજબ આરોપી આગામી બે વર્ષ સુધી પોતાના ગામ ઇખર સહિત ભરૂચ, વડોદરા, નર્મદા અને સુરત ગ્રામ્ય જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં. હુકમનો ભંગ કરવામાં આવશે તો વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આમોદ પોલીસની આ કાર્યવાહીથી ગોવંશ કતલ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

    પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાનો સંદેશ આપ્યો છે.

  • વડોદરામાં દારૂના કટિંગ પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ, રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત..!!

    વડોદરામાં દારૂના કટિંગ પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ, રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત..!!

    વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂના કટિંગ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી વિદેશી દારૂ-બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.

    ન્યૂ કરેલીબાગ રોડ પર ખોડિયારનગર સફેદ વુડાના મકાન પાછળ આવેલા નીલકંઠ વિલા ફ્લેટના પાર્કિંગમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.દરોડા દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની આશરે 470 પેટી, કુલ 16,394 બોટલ તથા રૂ.84,01,258ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત ત્રણ ફોર-વ્હીલર વાહન અને એક જ્યુપિટર મોપેડ સહિત કુલ રૂ.1,00,21,258નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

    આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે કુલ સાત આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં નીલેશ ઉર્ફે નીલુ હરેશભાઈ નાથાણી સહિત વાહનોના માલિકો, સ્થળ પર દારૂનો જથ્થો ઉતારનાર અને દારૂનો જથ્થો મોકલનારનો સમાવેશ થાય છે.

    સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહી રાજ્યમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા આપવામાં આવેલી સૂચનાના અનુસંધાને કરવામાં આવી હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.

  • કાણોતર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા, રૂ.10,810 રોકડ મુદ્દામાલ કબજે.!!

    કાણોતર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા, રૂ.10,810 રોકડ મુદ્દામાલ કબજે.!!

    બગોદરા: અમદાવાદ ગ્રામ્યના બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કાણોતર ગામે પોલીસે દરોડો પાડી ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા.

    પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસે સ્થળ પરથી ચાર આરોપીઓને ઝડપી તેમની પાસેથી રૂ.10,810ની રોકડ રકમ તેમજ ગંજીપાનાનાં 52 પત્તાં કબજે કર્યા હતા.

    ઝડપાયેલા આરોપીઓમાં કાણોતર ગામના પ્રતાપભાઈ વજુભાઈ , વિક્રમભાઈ બચુભાઈ, રવિભાઈ વજુભાઈ અને કિરણભાઈ દાનાભાઈ મકવાણાનો સમાવેશ થાય છે.

    પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બગોદરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા મળેલી સૂચનાના પગલે પોલીસે આ ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો હતો.

  • વિરમગામમાં ખુલ્લેઆમ જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા..

    વિરમગામમાં ખુલ્લેઆમ જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા..

    વિરમગામ, તા.24: અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા જિલ્લામાં દારૂ-જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમીના આધારે વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી.

    પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વિરમગામ તાલુકાના મોટા ગોરૈયા ગામની સીમમાં વાવડીવાળા પા વિસ્તારમાં કપાસના વાવેતરવાળા ખેતરમાં લીમડાના ઝાડ નીચે જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતા નવ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

    પોલીસે આરોપીઓ પાસેથી રૂ.15,650ની રોકડ રકમ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ આશરે રૂ.26,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે વિરમગામ ગ્રામ્ય પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    પકડાયેલા આરોપીઓમાં મહાદેવભાઈ ભીખાજી ઠાકોર, વિશાલ મુકેશભાઈ વડલિયા, મેરૂભાઈ કરશનભાઈ ઠાકોર, પ્રવિણભાઈ અમરતભાઈ ડાભી, ચિરાગભાઈ રમેશભાઈ દલવાડી, મનીષભાઈ નટવરભાઈ દલવાડી, ભાર્ગવભાઈ મનુભાઈ ડોડીયા, અલપેશભાઈ કનૈયાલાલ ગજ્જર તથા મણિલાલ રજી ભાઈ ચાવડા સહિતનો સમાવેશ થાય છે.

    આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. કરમટિયા તથા એલસીબીના માર્ગદર્શન હેઠળ એચ.સી. અનુપસિંહ સોલંકી, એચ.સી. ઈસ્માઈલબેગ મિરઝા સહિતની ટીમે હાથ ધરી હતી..

  • NDPS કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો..

    NDPS કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો..

    અમદાવાદ: એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (A.N.T.F.), અમદાવાદ ઝોનની ટીમે NDPS એક્ટના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.

    24 ઓગસ્ટ, 2026ના રોજ સાબરમતી સેન્ટ્રલ જેલ રોડ પર જાહેર રોડ પરથી આરોપી પ્રવિણ છનાજી ઠાકોરને ઝડપી લેવામાં આવ્યો હતો.પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ A.N.T.F. અમદાવાદ ઝોનની ટીમે ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી.

    આરોપી વિરુદ્ધ અમદાવાદ શહેર DCB પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 20(B) અને 29 હેઠળ ગુનો નોંધાયેલો હતો. આરોપીને BNSS કલમ 35(1) મુજબ પકડી આગળની કાર્યવાહી માટે રાણીપ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.

    પકડાયેલ આરોપીની ઓળખ પ્રવિણ છનાજી ઠાકોર (ઉં.વ. 34) તરીકે થઈ છે. તેનું સરનામું સાબરમતી સેન્ટ્રલ જેલ રોડ, સુભાષબ્રિજ, રાણીપ, અમદાવાદ ખાતેનું હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે.