Nari Prahar

Category: Uncategorized

  • નરોડામાં યુવતીને દસમા માળેથી ફેંકી હત્યાની કોશિશ, એક આરોપી ઝડપાયો..

    નરોડામાં યુવતીને દસમા માળેથી ફેંકી હત્યાની કોશિશ, એક આરોપી ઝડપાયો..

    અમદાવાદના નરોડા વિસ્તારમાં યુવતીને દસમા માળેથી નીચે ફેંકી હત્યાની કોશિશ કરવાના ચકચારી ગુનામાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

    પોલીસની પ્રેસનોટ મુજબ, તા. 17 ઓગસ્ટ, 2026ના રોજ નરોડા વિસ્તારમાં ફરિયાદીની દીકરીને આરોપીઓ રાહુલ, સુરેશચંદ્ર અને દિનેશ દ્વારા ભેગા મળી તેનો ફોન નંબર માંગવામાં આવ્યો હતો. યુવતીએ નંબર આપવાનો ઇનકાર કરતાં ત્રણેયે તેની છેડતી કરી હતી અને જાનથી મારી નાખવાના ઇરાદે તેને પકડી નરોડા-મુઠીયા સ્થિત શ્યામ ઉપવનની નવી બની રહેલી સ્કીમના દસમા માળેથી સીડી મારફતે નીચે ફેંકી દીધી હતી. યુવતી લિફ્ટની જગ્યામાં પડતાં તેને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી.

    આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ 109(1), 75(2), 117(2), 54 તથા પોક્સો એક્ટની કલમ 7 અને 8 મુજબ ગુનો નોંધાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ક્રાઇમ બ્રાન્ચે ઘટનાસ્થળની મુલાકાત લઈને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. સીસીટીવીના આધારે પોલીસે ગુનામાં સંડોવાયેલા એક આરોપીને નરોડા તળાવ પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેને નરોડા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી.

    ઝડપાયેલ આરોપીની ઓળખ સુરેશચંદ્ર સોહનલાલ ચરપોટા તરીકે થઈ છે. તે મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.

  • સાહોલથી શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ જવા કાવડયાત્રીઓ રવાના,હાલ  શિરડીથી આગળ મહારાષ્ટ્ર પહોંચ્યા.

    સાહોલથી શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ જવા કાવડયાત્રીઓ રવાના,હાલ શિરડીથી આગળ મહારાષ્ટ્ર પહોંચ્યા.

    હાંસોટ તાલુકાના સાહોલ ગામેથી શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ના પાવન દર્શનાર્થે ભવ્ય કાવડ યાત્રા નું પ્રસ્થાન થતાં સમગ્ર વિસ્તાર શિવમય બન્યો હતો. શિવભક્તો દ્વારા આયોજિત આ ધાર્મિક યાત્રા માં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.ડીજેના તાલ, ઢોલ-નગારા અને ‘હર હર મહાદેવ’ તથા ‘જય ભોલેનાથ’ના ગગનભેદી નારા સાથે કાવડિયાઓ સાહોલ મહાદેવ મંદિરથી પવિત્ર જળ લઈને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ તરફ રવાના થયા હતા. કાવડ યાત્રાના પ્રસ્થાન સમયે ગ્રામજનો દ્વારા કાવડિયાનું ભવ્ય સ્વાગત કરી યાત્રા ને મંગલમય મનોકામના સાથે વિદાય આપવામાં આવી હતી.જેમાં ૯ નવ કાવડયાત્રીઓ અને ૫ સેવાભાવી ભક્તો સાથે જોડાયા હતા.શ્રદ્ધાળુઓમાં અનન્ય ભક્તિભાવ અને અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો.કાવડયાત્રીઓ આવતા મહિને 9 તારીખે જ્યોતિર્લિંગને જળ અભિષેક કરશે તેમજ 12 તારીખે સાહોલ પરત ફરશે.

  • દસ વર્ષથી ફરાર ઇનામી આરોપી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો.

    દસ વર્ષથી ફરાર ઇનામી આરોપી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો.

    અમદાવાદ: રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના પહાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 470 પેટી ગેરકાયદેસર દારૂના કેસમાં છેલ્લા 10 વર્ષથી નાસતો ફરતો ઇનામી વોન્ટેડ આરોપીને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

    મળતી માહિતી મુજબ, રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના પહાડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર નંબર 18/2017 હેઠળ આબકારી એક્ટની કલમ 19/54 તથા 19/54(એ) મુજબ ગુનો નોંધાયો હતો.

    આ કેસમાં લાંબા સમયથી ફરાર આરોપી ઈરફાન દોસ્તમોહંમદ પઠાણ (ઉં.વ. 63)ને અમદાવાદના સરખેજ-મકરબા રોડ તથા ફતેહવાડી-જુહાપુરા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ઈરફાન પઠાણ વિરુદ્ધ અગાઉ સરખેજ પોલીસ સ્ટેશનમાં ચોરી અને છેતરપિંડીના બે ગુના નોંધાયેલા છે. ઉપરાંત, કચ્છના ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે છેતરપિંડીનો ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે.

  • પશુ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો,અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી..

    પશુ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો,અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી..

    અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પશુ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.

    ક્રાઈમ બ્રાન્ચે અયાન ઉર્ફે કાના યુસુફભાઈ મેમણ, ઉંમર ૨૧ વર્ષ, વ્યવસાયે ડ્રાઈવિંગ, રહે. નારોલ, અમદાવાદને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને આગળની કાર્યવાહી માટે કડી પોલીસને સોંપવાની તજવીજ કરવામાં આવી છે.

    મળતી માહિતી મુજબ, આરોપી વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં પશુ ચોરીનો ગુનો નોંધાયેલો છે. આ મામલે કડી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૦૬૨૨/૨૦૨૬ હેઠળ બી.એન.એસ.ની કલમ ૩૦૩(૨), ૫૪ તેમજ પ્રાણી ક્રૂરતા અધિનિયમની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી ચાલી રહી છે.

    ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ આરોપીનો અગાઉનો ગુનાહિત ઈતિહાસ પણ સામે આવ્યો છે. ગાંધીનગર ઈન્ફોસિટી, ગાંધીનગર કલોલ અને સાણંદ પોલીસ સ્ટેશનમાં પશુઓ પ્રત્યે ક્રૂરતા અટકાવવાના કાયદા હેઠળ તેના વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

  • સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચમાં મેઘા રક્તદાન શિબિરનું આયોજન…

    સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચમાં મેઘા રક્તદાન શિબિરનું આયોજન…

    ભરૂચ: સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે જૈન સોશિયલ ગ્રુપ, ભરૂચ અને સંગીની ફોરમ, ભરૂચ દ્વારા મેઘા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાં જૈન સોશિયલ ગ્રુપ દ્વારા યોજાયેલા આ સેવાકીય અભિયાન અંતર્ગત ભરૂચમાં સેવાશ્રમ ખાતે આવેલી રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે સવારે રક્તદાન શિબિર યોજાઈ હતી.જૈન સોશિયલ ગ્રુપ, ભરૂચના પ્રમુખ યોગેશ શાહના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ શિબિરમાં પ્રોજેક્ટ ચેરમેન અતુલભાઈ શાહ, ગિરીશભાઈ પટેલ, દેવાંગ શાહ, મિતેશ સરૈયા અને સમીર માસ્તર સહિતના કાર્યકરોએ સેવા આપી હતી. સંગીની ફોરમના પ્રમુખ મૃગાબેન શાહ તથા મનીષાબેન સરૈયા સહિતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.આ સ્વૈચ્છિક રક્તદાન શિબિરમાં કુલ 41 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળી શકે તેવા હેતુથી આયોજિત આ સેવાકીય પ્રવૃત્તિને પ્રતિસાદ મળ્યો હતો.

    “એક બોટલ રક્તદાન, અનેક આશાઓનું જીવનદાન” — રક્તદાન માનવતાની સૌથી મોટી ઓળખ છે.

  • વલણ મેડિકલ કોલેજ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઈ..

    વલણ મેડિકલ કોલેજ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઈ..

    કરજણ – વડોદરા | તા. ૧૫-૦૮-૨૦૨૬

    વલણ ખાતે આવેલી વલણ મેડિકલ કોલેજમાં દેશભક્તિ અને ઉત્સાહભેર ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અબ્દુલ વલી મટકના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.ધ્વજવંદન બાદ ઉપસ્થિત મહાનુભાવો, તબીબી સ્ટાફ, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગાન સાથે દેશ પ્રત્યેની એકતા, અખંડિતતા અને દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો…આ પ્રસંગે સંસ્થાના આગેવાનો, તબીબો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. કાર્યક્રમનું આયોજન શિસ્તબદ્ધ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવ્યું હતું…

    રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા.

  • ઓલપાડમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, રૂ. 12.80 લાખનો મુદ્દામાલ કબજે..!!

    ઓલપાડમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, રૂ. 12.80 લાખનો મુદ્દામાલ કબજે..!!

    ઓલપાડ: સુરત ગ્રામ્યના ઓલપાડ પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી રૂ. 4.95 લાખની કિંમતનો 2,475 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

    દરોડા દરમિયાન દેશી દારૂ સહિત કુલ રૂ. 12.80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જે.એસ. રાજપૂતની આગેવાની હેઠળ સેગવાછામા ગામની હદે આવેલા ખેતરવાળા ખુલ્લા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

    કાર્યવાહી દરમિયાન 7 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે એકને નોટિસ આપવામાં આવી હતી અને 14 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. આમ કુલ 22 આરોપીઓ વિરુદ્ધ ઓલપાડ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

    આ મામલે પ્રોહિબિશન એક્ટની કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા-2023ની સંબંધિત કલમો હેઠળ 13 ઓગસ્ટ, 2026ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો.

    ઝડપાયેલા આરોપીઓમાં ચંદ્રકાંત રતિલાલભાઈ કોળી પટેલ, ચંદ્રકાંત કુમાર અરવિંદભાઈ કોળી પટેલ, ભૂપેશકુમાર છગનભાઈ કોળી પટેલ, શનિ કાંતિભાઈ રાઠોડ, રોહન શંકરભાઈ મિસ્ત્રી, સુનિલકુમાર દલપતભાઈ કોળી પટેલ અને મેહુલ સુરેશભાઈ નાયકા સહિત સાતનો સમાવેશ થાય છે.

  • સાજીદ શેખ ઉર્ફે નવાબની શહેર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી તરીકે વરણી..

    સાજીદ શેખ ઉર્ફે નવાબની શહેર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી તરીકે વરણી..

    ભરૂચ : ભરૂચ શહેર ભાજપ સંગઠનના લઘુમતી મોરચામાં સાજીદ શેખ ઉર્ફે નવાબની મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે.

    ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સાજીદ શેખને શહેર લઘુમતી મોરચાના મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.વરણી પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ સાજીદ શેખ ઉર્ફે નવાબનું સ્વાગત કરી નવી જવાબદારી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

    જવાબદારી મળ્યા બાદ સાજીદ શેખે સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા તેમજ પક્ષ દ્વારા સોંપાયેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

    સાજીદ શેખે જણાવ્યું હતું કે, લઘુમતી સમાજ સુધી ભાજપની નીતિઓ, સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને કામગીરી પહોંચાડવા તેમજ સમાજના વધુ લોકો સાથે સંગઠનાત્મક જોડાણ મજબૂત બનાવવા માટે તેઓ સક્રિય કામગીરી કરશે.

    વધુમાં “નારી પ્રહાર ન્યૂઝ”ના સહયોગી સાથે ટેલિફોનિક વાતચીતમાં સાજીદ શેખે જણાવ્યું હતું કે, ભાજપ સાથે જોડાવા પાછળ પશ્ચિમ વિસ્તારના વિકાસના કામો, શિક્ષણ ક્ષેત્રે કામગીરી, પ્રજાને પડતી સરકારી સમસ્યાઓના નિરાકરણ તેમજ સરકાર અને પ્રજા વચ્ચેની સમજણને વધુ મજબૂત કરવાનો મુખ્ય હેતુ છે. આગામી સમયમાં ભાજપ સંગઠન સાથે હજારો-લાખો લોકોને જોડવા માટે કામગીરી કરવાની પણ તેમણે ખાતરી વ્યક્ત કરી હતી.

  • ભરૂચમાં જન શિક્ષણ સંસ્થાન દ્વારા તિરંગા યાત્રા, તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્રો વિતરણ કરાયા..

    ભરૂચમાં જન શિક્ષણ સંસ્થાન દ્વારા તિરંગા યાત્રા, તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્રો વિતરણ કરાયા..

    જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ધ્વારા ૮૦માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ તિરંગા યાત્રાનું આયોજન કરાયું તેમજ પ્રમાણપત્ર વિરતણ કરાયાં.

    ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય ધ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ધ્વારા રોટરી કલબ ઓફ ભરૂચ હેરીટેજ સાથે સંકલનમાં ૮૦માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે જે.એસ.એસના નિયામકશ્રી અને રોટરી પ્રમુખ ઝયનુલ આબેદીન સૈયદ તથા જે.એસ.એસનાં સ્ટાફ સભ્ય તથા બોર્ડ સભ્ય ઈન્દિરાબેન રાજ મુખ્ય મહેમાંપદે ઉપસ્થિત રહ્યા હતા અને બહેનોને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.

    સંસ્થાનનાં અધ્યક્ષ એડવોકેટ ફિરદોસબેન મન્સુરીએ સ્વાતંત્ર પર્વ પ્રસંગે તમામને સ્વતંત્રતા માટે બલીદાન આપનાર આપણા વિર જવાનોને યાદ કરી આ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સ્કીલ તાલીમ પૂર્ણ કરનાર બહેનોને પ્રમાણપત્રો વિતરણ કરાયા હતા.

    આ પ્રસંગે જેએસએસનાં પ્રોગ્રામ લાઈવલીહુડ કોઓર્ડિનેટર શ્રીમતી ક્રિષ્ણાબેન કઠોલીયાએ બહેનોને પોસ્ટ ટ્રેનીંગ ઉપલબ્ધ યોજનાઓ વગેરેની માહીતી પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેતલ પટેલે કર્યુ હતુ.

  • દેણવા ગામે વિકાસકાર્યોનું ભવ્ય ખાતમુહૂર્ત.!!દેણવા ગામે વિકાસની ગતિને મળ્યો વેગ — રૂ. 5 લાખથી વધુના કામોનું ખાતમુહૂર્ત..

    દેણવા ગામે વિકાસકાર્યોનું ભવ્ય ખાતમુહૂર્ત.!!દેણવા ગામે વિકાસની ગતિને મળ્યો વેગ — રૂ. 5 લાખથી વધુના કામોનું ખાતમુહૂર્ત..

    આમોદ તાલુકાના દેણવા ગામે આજે વિકાસના નવા કામોની શરૂઆત કરવામાં આવી હતી. જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડી. કે. સ્વામીજીની અધ્યક્ષતામાં કુંતેશ્વર મહાદેવ મંદિર ખાતે અંદાજિત રૂ. 5 લાખથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

    કુંતેશ્વર મહાદેવ મંદિર ખાતે શેડના કામ તેમજ બ્લોક પેવિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

    ધાર્મિક સ્થળના વિકાસ સાથે ગામમાં જરૂરી સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના આ પ્રયાસને ગ્રામજનોએ આવકાર્યો હતો.

    આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમા, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકરો, ગામના સરપંચ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

    ધારાસભ્ય ડી. કે. સ્વામીજીના નેતૃત્વમાં જંબુસર વિધાનસભા વિસ્તારમાં વિકાસકાર્યોને સતત ગતિ મળી રહી છે ત્યારે દેણવા ગામે શરૂ થયેલા આ કામોથી ગ્રામજનોને આગામી સમયમાં વધુ સુવિધાનો લાભ મળશે.વિકાસના કામો માત્ર ખાતમુહૂર્ત સુધી સીમિત નહીં રહે, પરંતુ સમયસર પૂર્ણ થઈને જનતાને તેનો સીધો લાભ મળે તે દિશામાં કામગીરી થાય તેવી ગ્રામજનોમાં આશા વ્યક્ત કરવામાં આવી હતી.