Nari Prahar

Author: admin

  • ભરૂચમાં ‘સેવા જ્યોતિ યાત્રા’ની પૂર્વ તૈયારી અંગે સમીક્ષા બેઠક..!!

    ભરૂચમાં ‘સેવા જ્યોતિ યાત્રા’ની પૂર્વ તૈયારી અંગે સમીક્ષા બેઠક..!!

    ભરૂચ: ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત આગામી તા. ૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે ‘સેવા જ્યોતિ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.

    કાર્યક્રમના સુચારૂ આયોજન અને પૂર્વ તૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર કચેરીના વીસી હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડો. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા સંગઠનના હોદ્દેદારોની સંયુક્ત બેઠક યોજાઈ હતી.

    બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા, સ્થળ વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા, પાર્કિંગ, બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, ફૂડ પેકેટ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની વિવિધ વ્યવસ્થાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

    કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા.વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી માઇક્રો-પ્લાનિંગ અંગેની વિગતો મેળવી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

    ‘સેવા જ્યોતિ યાત્રા’ના કાર્યક્રમમાં વિવિધ એનજીઓ, પ્રબુદ્ધ નાગરિકો, પદ્મ એવોર્ડ વિજેતાઓ, રાષ્ટ્ર અને રાજ્ય કક્ષાના એવોર્ડ વિજેતાઓ, સામાજિક આગેવાનો, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રતિનિધિઓ તેમજ છેલ્લા ૨૫ વર્ષ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, યોગ બોર્ડ સહિત તાલુકા અને જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

    આ બેઠક દરમિયાન ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રીએ પણ કાર્યક્રમના આયોજન અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને રચનાત્મક સૂચનો આપ્યા હતા.

    બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઈ કાપસે, જિલ્લા અધિક કલેક્ટરશ્રી આર.બી. ભોગાયતા, જિલ્લા પોલીસવડા શ્રી અક્ષયરાજ મકવાણા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ જિલ્લા સંગઠનના અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

  • અંકલેશ્વર નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી રૂ.1.43 કરોડનો દારૂ ઝડપાયો..

    અંકલેશ્વર નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી રૂ.1.43 કરોડનો દારૂ ઝડપાયો..

    SMCએ કન્ટેનરમાંથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપી લીધો, ચાલકની ધરપકડ…

    ભરૂચ: અંકલેશ્વર નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે મોટી કાર્યવાહી કરી રૂ.1.43 કરોડની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

    દારૂ ભરેલા કન્ટેનર સાથે ચાલકની ધરપકડ કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ SMCને બાતમી મળી હતી કે, ખાલપીયા ગામની સીમમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી કન્ટેનરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.

    બાતમીના આધારે SMCની ટીમે વોચ ગોઠવી કન્ટેનરને અટકાવી તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન કન્ટેનરમાંથી વિદેશી દારૂના 958 બોક્સ તેમજ 23,460 બિયર ટીન મળી આવ્યા હતા.

    પોલીસે દારૂ અને બિયરની કુલ કિંમત રૂ.1.43 કરોડ હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત કન્ટેનર, બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ.1.74 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

    આ કાર્યવાહી દરમિયાન કન્ટેનર ચાલક અનવરશા મહમંદ હનિફ બેલગાવકરની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં દારૂનો આ જથ્થો હરિયાણાથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

    હાલ SMC દ્વારા દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી તેમજ સમગ્ર દારૂના નેટવર્કમાં સંકળાયેલા અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

  • ચાંગોદરથી રૂ.4.18 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એક આરોપી ઝડપાયો..

    ચાંગોદરથી રૂ.4.18 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એક આરોપી ઝડપાયો..

    અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી રૂ.4.18 લાખથી વધુ કિંમતનો IMFL દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

    દરોડા દરમિયાન વિદેશી દારૂ અને બીયરની આશરે 40 પેટીમાંથી કુલ 1,153 બોટલ મળી આવી હતી.સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચાંગોદરથી સનાથળ સર્કલ આવતા માર્ગ પર આર.કે. ઓમલેટ સેન્ટર નજીક ત્રણ રસ્તા ઉપર દરોડો પાડ્યો હતો.

    જેમાં દારૂનો જથ્થો, એક વાહન, મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ રૂ.14.24 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.દરોડા દરમિયાન અલ્તાફ વલીમહંમદ વોરા, રહે. છીપા નગર, મકરબા, સરખેજ, અમદાવાદને ઝડપી પાડવામાં આવ્યો હતો.

    જ્યારે દેવેન્દ્ર ઉર્ફે મુન્નાભાઈ દરજી, સંજય ચુનારા, પ્રકાશ મારવાડી, સુરેશ મારવાડી, સુરેશકુમાર ચુનારા અને દારૂનો જથ્થો લાવનાર ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઈવર સહિત છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

    આ મામલે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 111(3)(4) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

  • ભરૂચમાં ‘સેવા જ્યોતિ યાત્રા’ અને રંગોળી-કોલાજ સ્પર્ધાની પૂર્વતૈયારી અંગે સમીક્ષા બેઠક..!!

    ભરૂચમાં ‘સેવા જ્યોતિ યાત્રા’ અને રંગોળી-કોલાજ સ્પર્ધાની પૂર્વતૈયારી અંગે સમીક્ષા બેઠક..!!

    ભરૂચ: સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૭ ઓક્ટોબરે ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારી **‘સેવા જ્યોતિ યાત્રા’**ની પૂર્વતૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશભાઈ કાપસેના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

    બેઠકમાં સેવા જ્યોતિ યાત્રાના પ્રસ્થાનથી કાર્યક્રમ સ્થળ સુધીની કાયદો અને વ્યવસ્થા, પબ્લિક મોબિલાઈઝેશન, બેઠક વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, પાર્કિંગ, ફૂડ પેકેટ અને પીવાના પાણી સહિતની વિવિધ વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

    આ ઉપરાંત, ‘સેવાના રંગ, રાષ્ટ્રના રંગ’ શીર્ષક હેઠળ તા. ૩થી ૬ ઓક્ટોબર દરમિયાન જિલ્લા કક્ષાની રંગોળી અને કોલાજ વર્ક (અનાજ-કઠોળ કૃતિ) સ્પર્ધા યોજાશે.

    વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, ટીમવર્ક, સ્થાનિક સંસ્કૃતિ અને સામૂહિક ભાગીદારીને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાનારી આ સ્પર્ધા વ્યક્તિગત, ગ્રુપ રંગોળી અને સ્કૂલ માધ્યમ એમ ત્રણ શ્રેણીમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ યોજાશે.સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ ઓનલાઈન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

    સ્પર્ધાના વિજેતાઓને તા. ૭ ઓક્ટોબરે યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે.બેઠક દરમિયાન ઇન્ચાર્જ કલેક્ટર શ્રી યોગેશભાઈ કાપસેએ સંબંધિત અધિકારીઓને બંને કાર્યક્રમોના સુચારુ અને સુવ્યવસ્થિત આયોજન માટે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.

    બેઠકમાં અધિક કલેક્ટર શ્રી આર.બી. ભોગાયતા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • ભરૂચ: મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી વલી બાપુ દશાંનવાલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ CRC કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને ચિત્ર સ્પર્ધાઓ મા ઝળહળયા..

    ભરૂચ: મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી વલી બાપુ દશાંનવાલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ CRC કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને ચિત્ર સ્પર્ધાઓ મા ઝળહળયા..

    મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી વલી બાપુ દશાંનવાલા પ્રાથમિક શાળાના ધોરણ 8ના વિદ્યાર્થી હયાત હુસેન સુહેલએ “Viksit Bharat 2047” ચિત્ર સ્પર્ધામાં શાળા તથા CRC બંને સ્તરે પ્રથમ ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.

    શાળા કક્ષાની સ્પર્ધા 15/09/2026ના રોજ હાજી વલી બાપુ દશાંનવાલા પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી, જેમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓમાંથી પસંદગી કરવામાં આવી હતી.

    જેમાં હયાત હુસેન સુહેલે શાળા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી CRC કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.ત્યારબાદ 22/09/2026ના રોજ Karmad Primary Boys’ School ખાતે યોજાયેલી CRC કક્ષાની સ્પર્ધામાં 18 શાળાઓએ ભાગ લીધો હતો, જેમાં હયાત હુસેન સુહેલે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

    ત્યારબાદ 22/09/2026 ના રોજ karmad Primary Boy’s School ખાતે યોજાયેલ CRC કક્ષાના વિજ્ઞાન મેળામાં શાળાના ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ ગણિત, પર્યાવરણ સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન જેવા વિષયો પર ત્રણ નવીન પ્રોજેક્ટ રજૂ કર્યા.

    1. “Angles and Their Applications” પ્રોજેક્ટ દ્વારા ગણિતીય ખ્યાલોને દૈનિક જીવન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

    જેમાં માર્ગદર્શક શિક્ષક : ઢેકા યાસીન યુનુસ

    વિદ્યાર્થીના નામ : 1. પટેલ જીયાદ સોકત 2. મારાજ અમન સુહેલ આ પ્રોજેક્ટે વિજ્ઞાન મેળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું.

    2. “Chemical Industry Wastewater Treatment” પ્રોજેક્ટમાં ઔદ્યોગિક ગંદા પાણીના શુદ્ધિકરણનું મોડેલ રજૂ કરવામાં આવ્યું.

    જેમાં માર્ગદર્શક શિક્ષક : પટેલ ફયાઝ યુસુફ,

    વિદ્યાર્થીના નામ : 1. પટેલ યાહ્યા ઇરફાન 2. પ્રેસિડેન્ટ મુહંમદ સાજિદ આ પ્રોજેક્ટે વિજ્ઞાન મેળામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો.

    3. “Disaster Management” પ્રોજેક્ટમાં આપત્તિ સમયે સલામતી, તૈયારી અને કટોકટી વ્યવસ્થાપન અંગે માહિતી રજૂ કરવામાં આવી.

    જેમાં માર્ગદર્શક શિક્ષિકા બહેનો : 1. પરમાર હિરલબેન 2. ગોરજી માહેનૂરબેન ,

    વિદ્યાર્થીના નામ : 1. લેબડીયા અમ્માર સદ્દામહુસેન 2. પટેલ હમઝા મેહબૂબ આ પ્રોજેક્ટે વિજ્ઞાન મેળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું.

    વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ઉત્સાહપૂર્વક પોતાના પ્રોજેક્ટ રજૂ કર્યા.આ સિદ્ધિઓ વિદ્યાર્થીઓની મહેનત, સર્જનાત્મકતા, ટીમવર્ક અને વૈજ્ઞાનિક વિચારસરણીનું પરિણામ છે.

    વિદ્યાર્થીને ચિત્ર સ્પર્ધા માટે માર્ગદર્શન આપનાર શ્રી રાજ હેતલસિંહ તથા વિજ્ઞાન મેળા માટે માર્ગદર્શન આપનાર શિક્ષક પટેલ ફયાઝ યુસુફ અને ઢેકા યાસીન યુનુસ તથા શિક્ષિકા બહેનો પરમાર હિરલબેન અને ગોરજી માહેનૂરબેન અને શાળાના આચાર્ય શ્રીમતી સાલેહ મેહફૂજાબેનના સહયોગ અને પ્રોત્સાહન બદલ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

  • અમદાવાદમાં હત્યાના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.

    અમદાવાદમાં હત્યાના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.

    અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેને નિકોલ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ કરવામાં આવી રહી છે.

    પોલીસના જણાવ્યા અનુસાર, આજથી ત્રણ વર્ષ અગાઉ નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાડી પાર્કિંગની બાબતે ફરિયાદી સાથે આરોપીએ તેના સહઆરોપીઓ સાથે મળી બોલાચાલી કરી હતી. આ દરમિયાન ફરિયાદીના પિતાને શરીરે ઈજાઓ પહોંચાડીને હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બન્યો હતો.

    આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

    પકડાયેલ આરોપીની ઓળખ વિક્રમ ઉર્ફે મોન્ટુ સ/ઓ શીતલા પ્રસાદ શુક્લા (ઉંમર 41 વર્ષ) તરીકે થઈ છે. આરોપી વ્યવસાયે વેપારી છે અને અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહે છે.

    પોલીસ રેકોર્ડ મુજબ, આરોપી વિરુદ્ધ અગાઉ પણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે.

    હાલ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એન.ડી.પી.એસ.ના ગુનામાં ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો.

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એન.ડી.પી.એસ.ના ગુનામાં ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો.

    અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. એક્ટના ગુનામાં છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીની ઓળખ નેહલભાઈ સ/ઓફ શૈલેષભાઈ મનુભાઈ પટેલ (ઉંમર ૩૮ વર્ષ) તરીકે થઈ છે. આરોપી અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા બલોલનગર પાસેના પ્રયાગ એપાર્ટમેન્ટમાં મકાન નંબર ૪૦૩માં રહે છે.

    પોલીસના જણાવ્યા અનુસાર, ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનો રજિસ્ટર નંબર 11191018260551/2026 મુજબ એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૨(બી) અને ૨૯ હેઠળ ગુનો નોંધાયેલો છે.

    આ ગુનામાં આરોપી છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો હતો.અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ શરૂ કરી છે.

  • અંકલેશ્વર સ્થિત  નિરાંતનગર સોસાયટીના નિલેશભાઈ સોલંકી પરિવારે ઘરે જ માટીના ગણેશજીનું વિસર્જન કરી પર્યાવરણ રક્ષાનો સંદેશ આપ્યો.

    અંકલેશ્વર સ્થિત નિરાંતનગર સોસાયટીના નિલેશભાઈ સોલંકી પરિવારે ઘરે જ માટીના ગણેશજીનું વિસર્જન કરી પર્યાવરણ રક્ષાનો સંદેશ આપ્યો.

    અંકલેશ્વર:ગણેશોત્સવના પવિત્ર તહેવારની સમગ્ર દેશ સાથે અંકલેશ્વરમાં પણ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અંકલેશ્વરના નિરાંતનગર સોસાયટી ખાતે રહેતા નિલેશભાઈ સોલંકી અને તેમના સમગ્ર પરિવારે ચાલુ વર્ષે એક પ્રેરણાદાયી અને પર્યાવરણપ્રેમી અભિગમ અપનાવ્યો છે.

    સોલંકી પરિવારે પોતાના ઘરે સ્થાપિત કરવામાં આવેલા પવિત્ર માટીના ગણપતિજીનું વિસર્જન નદી કે તળાવમાં કરવાને બદલે પોતાના ઘરે જ ભક્તિભાવપૂર્વક કર્યું હતું.

    પર્યાવરણની જાળવણી અને જળ પ્રદૂષણ અટકાવવાના ઉમદા આશય સાથે નિલેશભાઈ સોલંકી અને સમગ્ર પરિવાર દ્વારા આ વર્ષે માટી (ઇકો-ફ્રેન્ડલી)ના ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપનાના દિવસો દરમિયાન પરિવારના સભ્યોએ શ્રદ્ધાપૂર્વક બાપાની પૂજા-અર્ચના અને આરતી કરી હતી. ત્યારબાદ વિસર્જનના દિવસે પણ ગોર મહારાજ હરીશભાઈ પુરોહિત દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને કપૂર આરતી સાથે ગણેશજીને વિદાય આપવામાં આવી હતી.

    પરિવારે ઘરના આંગણે જ એક મોટા પાત્રમાં પાણી ભરીને વિસર્જનની વિધિ સંપન્ન કરી હતી. આ વિસર્જન બાદ એકત્રિત થયેલી પવિત્ર માટી અને પાણીનો ઉપયોગ ઘરના છોડ અને બગીચામાં ખાતર તરીકે કરવામાં આવશે.આ પ્રસંગે નિલેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, “ગણેશજી પ્રકૃતિના દેવ છે.

    પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)ની મૂર્તિઓથી જળસ્ત્રોતો પ્રદૂષિત થાય છે અને જળચર જીવોને નુકસાન પહોંચે છે. તેથી અમારા સમગ્ર પરિવારે માટીના ગણેશજી લાવીને ઘરે જ વિસર્જન કરવાનો નિર્ણય કર્યો હતો, જેથી ધાર્મિક આસ્થા પણ જળવાઈ રહે અને પ્રકૃતિનું પણ રક્ષણ થાય.”નિલેશભાઈ સોલંકી પરિવારના આ સરાહનીય પગલાંને સોસાયટીના અન્ય રહીશોએ પણ બિરદાવ્યું છે.

    આ નાનકડો પણ મહત્વપૂર્ણ પ્રયાસ સમાજના અન્ય લોકો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કે કેવી રીતે આપણે આપણી પરંપરાઓ અને પર્યાવરણ બંનેને એકસાથે સાચવી શકીએ છીએ.

  • વ્યાજખોરી મામલે કોઠારા પોલીસની મોટી સફળતા!

    વ્યાજખોરી મામલે કોઠારા પોલીસની મોટી સફળતા!

    વ્યાજખોરી મામલે કોઠારા પોલીસની મોટી સફળતા, બે આરોપીઓ પાસેથી રોકડ, સોનાચાંદી અને દસ્તાવેજો મળી આવ્યા.

    કચ્છના કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરી મામલે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વ્યાજના લાયસન્સ વિના ધિરાણનો ધંધો કરતા હોવાની ફરિયાદના આધારે કોઠારા પોલીસ સ્ટેશનના પી.આઈ. અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

    પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રકમ, સોનાચાંદી તેમજ અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

    આ મામલે આરોપી આમદ હાજી મામદ મંધરા અને ઓસામણ હાજી મામદ મંધરા પાસેથી રોકડ રૂપિયા, સોનાચાંદી અને વિવિધ દસ્તાવેજો સહિતના પુરાવા મળી આવ્યા છે.

    વ્યાજખોરી મામલે કોઠારા પોલીસે કરેલી આ કાર્યવાહી અંગે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી.હવે આ સમગ્ર મામલે પોલીસની વધુ તપાસમાં શું હકીકતો સામે આવે છે અને આરોપીઓ સામે કઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, તેના પર સૌની નજર છે.

    કોઠારા પોલીસની આ કાર્યવાહી વ્યાજખોરી સામેની કામગીરીમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.

  • 15 વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો..

    15 વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો..

    અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટોપ-10 નાસતા ફરતા આરોપીઓ પૈકી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2011થી અલગ અલગ ચાર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે સરખેજ રોડ પર સોનલ સિનેમા ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડ્યો છે.

    ઝડપાયેલ આરોપીની ઓળખ સાહીદઅલી ઉર્ફે રાજુ, ઉંમર 53 વર્ષ, તરીકે થઈ છે. આરોપી મૂળ સાબરકાંઠા જિલ્લાના ઓરણ ગામનો રહેવાસી છે અને હાલ હૈદરાબાદ, તેલંગાણા ખાતે રહેતો હતો.

    પોલીસના જણાવ્યા મુજબ, વર્ષ 2011-12 દરમિયાન વડોદરા શહેરમાં ઠગાઈ કરવાના ઇરાદે અલિયા એન્ટરપ્રાઇઝ અને કે.એસ.પી. નામની કંપનીઓ બનાવી હતી. આ કંપનીઓમાં રોકાણ કરનાર લોકોને 10 મહિનામાં રકમ બમણી કરી આપવાની લાલચ આપી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી પાંચ કરોડ રૂપિયાથી વધુની રકમ મેળવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાના આરોપસર વડોદરા શહેરમાં અલગ અલગ ગુનાઓ નોંધાયા હતા.

    ગુનાઓ નોંધાયા બાદ આરોપી પોતાની ધરપકડ ટાળવા પરિવાર સાથે તેલંગાણા રાજ્યના હૈદરાબાદ શહેરમાં જઈને રહેવા લાગ્યો હતો. વર્ષ 2011થી આરોપીની ધરપકડ થઈ ન હતી. આ દરમિયાન આરોપી તરીકે દર્શાવાયેલા તેના માતા-પિતાનું અવસાન પણ થયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

    આરોપી વિરુદ્ધ વડોદરા શહેરના ડી.સી.બી. પોલીસ સ્ટેશન તથા જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ચાર ગુનાઓ નોંધાયેલા છે. આરોપીને આગળની કાર્યવાહી માટે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.