Nari Prahar

ભરૂચમાં ‘સેવા જ્યોતિ યાત્રા’ અને રંગોળી-કોલાજ સ્પર્ધાની પૂર્વતૈયારી અંગે સમીક્ષા બેઠક..!!

Written by

in

ભરૂચ: સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૭ ઓક્ટોબરે ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારી **‘સેવા જ્યોતિ યાત્રા’**ની પૂર્વતૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશભાઈ કાપસેના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં સેવા જ્યોતિ યાત્રાના પ્રસ્થાનથી કાર્યક્રમ સ્થળ સુધીની કાયદો અને વ્યવસ્થા, પબ્લિક મોબિલાઈઝેશન, બેઠક વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, પાર્કિંગ, ફૂડ પેકેટ અને પીવાના પાણી સહિતની વિવિધ વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત, ‘સેવાના રંગ, રાષ્ટ્રના રંગ’ શીર્ષક હેઠળ તા. ૩થી ૬ ઓક્ટોબર દરમિયાન જિલ્લા કક્ષાની રંગોળી અને કોલાજ વર્ક (અનાજ-કઠોળ કૃતિ) સ્પર્ધા યોજાશે.

વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, ટીમવર્ક, સ્થાનિક સંસ્કૃતિ અને સામૂહિક ભાગીદારીને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાનારી આ સ્પર્ધા વ્યક્તિગત, ગ્રુપ રંગોળી અને સ્કૂલ માધ્યમ એમ ત્રણ શ્રેણીમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ યોજાશે.સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ ઓનલાઈન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

સ્પર્ધાના વિજેતાઓને તા. ૭ ઓક્ટોબરે યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે.બેઠક દરમિયાન ઇન્ચાર્જ કલેક્ટર શ્રી યોગેશભાઈ કાપસેએ સંબંધિત અધિકારીઓને બંને કાર્યક્રમોના સુચારુ અને સુવ્યવસ્થિત આયોજન માટે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.

બેઠકમાં અધિક કલેક્ટર શ્રી આર.બી. ભોગાયતા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *