
અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ડુપ્લિકેટ બ્રાન્ડેડ સિગારેટના વેચાણ સામે કાર્યવાહી હાથ ધરી હતી. વેજલપુર-જુહાપુરા વિસ્તારમાં મોતી બેકરી પાસેથી ડુપ્લિકેટ “ગોલ્ડ ફ્લેક પ્રીમિયમ” સિગારેટનું વેચાણ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કંપનીના અધિકૃત પ્રતિનિધિઓ સાથે સંકલનમાં રહી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ડુપ્લિકેટ “ગોલ્ડ ફ્લેક પ્રીમિયમ” સિગારેટના કુલ રૂ. 1.50 લાખના મુદ્દામાલ સહિત બે મોબાઈલ ફોન કબજે કર્યા હતા.આ કેસમાં ઈલ્યાસ મુસાભાઈ મોદન (ઉંમર 46), આસીફ મુસ્તફાભાઈ સૈયદ (ઉંમર 32) અને જાવેદ અહેમદભાઈ ડેરૈયા (ઉંમર 33)ની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે આરોપીઓ વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં કોપીરાઈટ એક્ટ, 1957ની કલમ 63 અને 64 મુજબ ગુનો નોંધ્યો છે. કબજે કરાયેલા મુદ્દામાલમાં ડુપ્લિકેટ ગોલ્ડ ફ્લેક પ્રીમિયમ સિગારેટના કાર્ટૂન રૂ. 1.50 લાખ અને બે મોબાઈલ ફોન રૂ. 20 હજાર મળી કુલ રૂ. 1.70 લાખનો મુદ્દામાલ સામેલ છે.

Leave a Reply