



ભરૂચ: આયુષ નિયામકશ્રી, ગાંધીનગર તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ભરૂચના માર્ગદર્શન અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તથા પોષણ માસની ઉજવણી અંતર્ગત વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજાયા હતા.
તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ જિલ્લાના આયુર્વેદ અને હોમિયોપેથી દવાખાનાઓ દ્વારા ૧૧થી વધુ સ્થળોએ એકસાથે વિનામૂલ્યે આયુષ નિદાન-સારવાર કેમ્પ, આરોગ્ય જાગૃતિ પરિસંવાદ, સેમિનાર તેમજ યોગ અભ્યાસ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત પોષણ માસ અંતર્ગત વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે બાળકો અને મહિલાઓ માટે વિશેષ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ૪,૦૦૦થી વધુ નાગરિકોએ આયુષ સારવાર અને આરોગ્ય માર્ગદર્શનનો લાભ લીધો હતો.
રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીની શ્રૃંખલામાં આગામી તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ભૃગુ ઋષિ મંદિર ખાતે આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત ભરૂચ તથા શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ, ભરૂચના સંયુક્ત ઉપક્રમે વિશાળ મેગા આયુષ નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા ભરૂચ જિલ્લાના નાગરિકોને આ મેગા આયુષ કેમ્પનો બહોળા પ્રમાણમાં લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply