
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પશુ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચે અયાન ઉર્ફે કાના યુસુફભાઈ મેમણ, ઉંમર ૨૧ વર્ષ, વ્યવસાયે ડ્રાઈવિંગ, રહે. નારોલ, અમદાવાદને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને આગળની કાર્યવાહી માટે કડી પોલીસને સોંપવાની તજવીજ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આરોપી વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં પશુ ચોરીનો ગુનો નોંધાયેલો છે. આ મામલે કડી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૦૬૨૨/૨૦૨૬ હેઠળ બી.એન.એસ.ની કલમ ૩૦૩(૨), ૫૪ તેમજ પ્રાણી ક્રૂરતા અધિનિયમની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી ચાલી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ આરોપીનો અગાઉનો ગુનાહિત ઈતિહાસ પણ સામે આવ્યો છે. ગાંધીનગર ઈન્ફોસિટી, ગાંધીનગર કલોલ અને સાણંદ પોલીસ સ્ટેશનમાં પશુઓ પ્રત્યે ક્રૂરતા અટકાવવાના કાયદા હેઠળ તેના વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply