Nari Prahar

Author: admin

  • ભરૂચ જિલ્લામાં ૯મા પોષણ માસનો શુભારંભ..

    ભરૂચ જિલ્લામાં ૯મા પોષણ માસનો શુભારંભ..

    “આપણી આંગણવાડી, આપણી જવાબદારી” થીમ સાથે એક માસ સુધી વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે.

    ભરૂચ, ગુરુવાર: મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી તથા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની વિશેષ ઉપસ્થિતિમાં કાશી ખાતે ૯મા પોષણ માસનો રાજ્યવ્યાપી અને રાષ્ટ્રીય સ્તરે શુભારંભ કરવામાં આવ્યો હતો.

    આ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ આજથી તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે એક માસ સુધી પોષણ માસની ઉજવણી કરવામાં આવશે.

    આ વર્ષે પોષણ માસની મુખ્ય થીમ “આપણી આંગણવાડી, આપણી જવાબદારી” રાખવામાં આવી છે.પોષણ માસ દરમિયાન આંગણવાડી કેન્દ્રોને વધુ સ્વચ્છ, સુપોષિત અને સશક્ત બનાવવા તેમજ બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓમાં પોષણ અંગે જાગૃતિ વધારવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

    પોષણ માસના શુભારંભ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ભરૂચ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો તેમજ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નિહાળવામાં આવ્યું હતું.

    ભરૂચ જિલ્લાની આંગણવાડીઓને સ્વચ્છ, સુપોષિત અને સશક્ત બનાવવાના સંકલ્પ સાથે સમગ્ર જિલ્લામાં પોષણ માસની ઉજવણીને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

  • ભરૂચ જિલ્લામાં 21 સપ્ટેમ્બરથી સેવા સેતુ 2.1 ગ્રામ્ય યોજાશે..

    ભરૂચ જિલ્લામાં 21 સપ્ટેમ્બરથી સેવા સેતુ 2.1 ગ્રામ્ય યોજાશે..

    ભરૂચ: રાજ્ય સરકારની વ્યક્તિલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના અને પાત્ર લાભાર્થીઓ સુધી સરળતાથી પહોંચાડવાના હેતુથી ભરૂચ જિલ્લામાં તા. 21 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર, 2026 દરમિયાન સેવા સેતુ 2.1 ગ્રામ્ય યોજાશે.

    સેવા સેતુના પ્રથમ તબક્કામાં તા. 19 સપ્ટેમ્બર સુધી વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો અને પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લા પંચાયત તથા તાલુકા કક્ષાએ ક્લસ્ટર બનાવી કેમ્પ યોજવામાં આવશે અને પાત્ર લાભાર્થીઓને સરકારી સેવાઓ તથા યોજનાઓનો લાભ આપવામાં આવશે.

    આ અંગે જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને ભરૂચ ખાતે બેઠક યોજાઈ હતી. કલેક્ટરે સંબંધિત અધિકારીઓને પ્રથમ તબક્કાની કામગીરી સમયમર્યાદામાં 100 ટકા પૂર્ણ કરવા તેમજ સેવા સેતુ દરમિયાન કોઈ પાત્ર લાભાર્થી લાભથી વંચિત ન રહે તે માટે તંત્ર અને જનપ્રતિનિધિઓ સાથે સંકલનથી કામગીરી કરવા સૂચના આપી હતી.

    પ્રથમ તબક્કામાં આધાર નોંધણી અને સુધારા, રેશનકાર્ડમાં નામ દાખલ-કમી તથા સુધારા, ઈ-કેવાયસી, આઈસીડીએસ બાળકોના આધાર કાર્ડ સહિતની સેવાઓ માટે કામગીરી કરવામાં આવશે.આ ઉપરાંત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મહેસૂલી રેકર્ડમાં વારસાઈની એન્ટ્રી, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, બેન્કિંગ સેવાઓ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, સોઈલ હેલ્થ કાર્ડ, માતૃશક્તિ, નમોશ્રી, 7/12 સાથે આધારકાર્ડનું જોડાણ અને કિસાન ક્રેડિટ કાર્ડ સહિત કુલ 12 સેવાઓ માટે પૂર્વ તૈયારીઓ હાથ ધરાશે.

    બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ, નિવાસી અધિક કલેક્ટર આર.બી. ભોગાયતા, પ્રાંત અધિકારી મનિષા મનાણી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને તાલુકા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • ગુજસીટોકના ગુનામાં નાસતા આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ..

    ગુજસીટોકના ગુનામાં નાસતા આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ..

    અમદાવાદ: અમદાવાદ શહેરમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે રામોલ પોલીસ સ્ટેશનના ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા આરોપી ગોવિંદસિંગ રામનરેશસિંગ ચૌહાણ (ઉંમર 32 વર્ષ)ને અમદાવાદના શાહીબાગ ડફનાળા ચાર રસ્તા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

    ક્રાઈમ બ્રાન્ચે આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે રામોલ પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. જેમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો, જી.પી. એક્ટની કલમ 135(1) તેમજ ગુજસીટોક એક્ટની કલમ 3(1)(2), 3(2) અને 3(4)નો સમાવેશ થાય છે.

  • ગેરકાયદે પિસ્તોલ-કારતૂસ સાથે શખ્સ ઝડપાયો..

    ગેરકાયદે પિસ્તોલ-કારતૂસ સાથે શખ્સ ઝડપાયો..

    અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી કરી ગેરકાયદે પિસ્તોલ અને કારતૂસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

    ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે લાંભા ગામના લાંભા મંદિર ત્રણ રસ્તા પાસે રજવાડી ટી સ્ટોલ સામે નારોલ તરફ જતા રોડ પરથી આરોપીને ઝડપી લેવાયો હતો.પોલીસે આરોપીના કબજામાંથી એક ગેરકાયદે પિસ્તોલ અને એક કારતૂસ મળી કુલ રૂ.25,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે આરોપી વિરુદ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25(1-B) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

    પ્રેસનોટ મુજબ આરોપીનું નામ અલફૈઝાન દિલાવરહુસેન મકવાણા (ઉં.વ. 28), રહે. સંકલીતનગર, જુહાપુરા, અમદાવાદ શહેર હોવાનું જણાવાયું છે. આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ પોલીસ તપાસમાં સામે આવ્યો છે.

  • મુન્શી ટ્રસ્ટ અને VCT ટ્રસ્ટ, ભરૂચ દ્વારા શિક્ષકો માટે “Medical InBody Health Check-up Camp”નું આયોજન..

    મુન્શી ટ્રસ્ટ અને VCT ટ્રસ્ટ, ભરૂચ દ્વારા શિક્ષકો માટે “Medical InBody Health Check-up Camp”નું આયોજન..

    ભરૂચ, તા. 5 સપ્ટેમ્બર, 2026:શિક્ષક દિન નિમિત્તે મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ (MMMCT), ભરૂચ તથા Valli Charitable Trust (VCT) દ્વારા સંકુલના તમામ સ્ટાફમિત્રોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધારવા તથા તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ “Medical InBody Health Check-up Camp”નું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ કેમ્પનું આયોજન મુન્શી ટ્રસ્ટ, VCT ટ્રસ્ટ તથા OCTANE FIT CITY, ભરૂચના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન મુન્શી તથા VCT સંકુલના શિક્ષકો અને સ્ટાફમિત્રોનું InBody Health Check-up કરવામાં આવ્યું હતું. જેમાં શરીરમાં રહેલ Body Fat, Muscle Mass, Body Water, Body Weight સહિતના વિવિધ આરોગ્યલક્ષી પરિમાણોની તપાસ કરવામાં આવી હતી.

    તપાસના પરિણામોના આધારે સ્ટાફમિત્રોને તેમની વ્યક્તિગત શારીરિક સ્થિતિને અનુરૂપ યોગ્ય આહાર, Diet Plan, નિયમિત કસરત અને તંદુરસ્ત જીવનશૈલી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ આરોગ્યલક્ષી કેમ્પમાં મુન્શી તથા VCT સંકુલના અંદાજે 450 જેટલા સ્ટાફમિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.શિક્ષક દિનના અવસરે યોજાયેલ આ આરોગ્યલક્ષી પહેલ દ્વારા શિક્ષકોના શૈક્ષણિક યોગદાનની સાથે તેમના સ્વાસ્થ્ય અને સુખાકારીને પણ મહત્વ આપવામાં આવ્યું છે.

    શિક્ષકો અને સ્ટાફમિત્રો સ્વસ્થ રહેશે તો તેઓ વિદ્યાર્થીઓના શિક્ષણ અને સર્વાંગી વિકાસમાં વધુ અસરકારક રીતે યોગદાન આપી શકશે.મુન્શી ટ્રસ્ટ અને VCT ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં પણ સ્ટાફ તથા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય, સુરક્ષા અને સર્વાંગી વિકાસ માટે આવા વિવિધ આરોગ્યલક્ષી અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

    આ કેમ્પને સફળ બનાવવા માટે OCTANE FIT CITY, ભરૂચની સમગ્ર ટીમનો મુન્શી ટ્રસ્ટ અને VCT ટ્રસ્ટ પરિવાર તરફથી હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

  • કરજણ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને વાવ-થરાદ જિલ્લામાંથી ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય પેરોલ-ફર્લો સ્કવોડ.

    કરજણ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને વાવ-થરાદ જિલ્લામાંથી ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય પેરોલ-ફર્લો સ્કવોડ.

    વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સિંહની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશિલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે..

    કરજણ પોલીસ સ્ટેશનમાં તા. ૨૪/૦૫/૨૦૨૬ના રોજ નોંધાયેલા પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૭૦૨૫૨૬૦૫૭૪/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨), ૫૪ મુજબના ચોરીના ગુનામાં આરોપી ચંદુજી કરસનજી રાઠોડ (ઠાકોર), રહે. શામલા વડાણા, તા. દિયોદર, જી. વાવ-થરાદ નાસતો-ફરતો હતો.આરોપીએ અન્ય આરોપી સાથે મળી મીયાગામ પાંજરાપોળમાં રાખવામાં આવેલી ભારે વજનની ત્રણ ભેંસોની ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

    ગુનો નોંધાયા બાદથી આરોપી પોલીસ ધરપકડથી દૂર હતો…પેરોલ-ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.જે. જત દ્વારા સ્ટાફને નાસતા-ફરતા આરોપીઓની શોધખોળ કરવા સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન વુ.હે.કો. પંપાબેન વેલાજીભાઈને આરોપી પોતાના ઘરે હોવાની સચોટ બાતમી મળતા બાતમીની ખરાઈ કરી તાત્કાલિક ટીમને વોચ તપાસ માટે મોકલવામાં આવી હતી.

    પોલીસ ટીમે વડાણા ગામની સીમ, તા. દિયોદર, જી. વાવ-થરાદ ખાતેથી આરોપી ચંદુજી કરસનજી રાઠોડને ઝડપી પાડી બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(જે) મુજબ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે કરજણ પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.

    આ કામગીરી વડોદરા ગ્રામ્ય પેરોલ-ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.જે. જત તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી..

    રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા.

  • સોલાર પ્લાન્ટના વાયર ચોરી કરતી ટોળકીને ઝડપી વાઘોડિયા પોલીસે મિલકત સંબંધિત ગુનાનો ભેદ ઉકેલ્યો..

    સોલાર પ્લાન્ટના વાયર ચોરી કરતી ટોળકીને ઝડપી વાઘોડિયા પોલીસે મિલકત સંબંધિત ગુનાનો ભેદ ઉકેલ્યો..

    વડોદરા ગ્રામ્ય જિલ્લામાં મિલકત સંબંધિત અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ અધિકારીઓની સૂચના અને “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત વાઘોડિયા પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

    દરમિયાન વાઘોડિયા પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે રવાલ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી સફેદ કલરની ઈકો ગાડી નં. GJ-06-PA-6458 રોકી તપાસ કરવામાં આવી હતી. જેમાં ત્રણ વ્યક્તિઓ પાસેથી સોલાર પેનલના કોપરના વાયરો ભરેલા ત્રણ મિણીયા થેલા મળી આવ્યા હતા. સાથે કાળા કલરની એક્ટિવા નં. GJ-17-CR-8226 પર સવાર એક શખ્સને પણ ઝડપી લેવામાં આવ્યો હતો..

    પોલીસ પૂછપરછમાં આરોપીઓએ અન્ય સાગરીતો સાથે મળી કછોટા ગામ પાછળ આવેલા સોલાર પ્લાન્ટમાંથી કોપરના વાયરોની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.આ મામલે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૯૭૦૫૭૨૬૦૧૫૭૦/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨), ૩૨૯(૩) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.વાઘોડિયા પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે કુલ ચાર આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    વધુ તપાસમાં અન્ય સાગરીતો અને ચોરીના બનાવો અંગેની વિગતો બહાર આવે તેવી શક્યતા છે..

    રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા.

  • અરવલ્લીના બાયડમાંથી રૂ. 10 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો.

    અરવલ્લીના બાયડમાંથી રૂ. 10 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો.

    અરવલ્લી જિલ્લાના બાયડ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની મોટી ખેપ ઝડપી પાડી છે.

    પોલીસે કુલ રૂ. 10,04,640 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાયડ એસ.ટી. બસ સ્ટેન્ડ સામે જાહેર રોડ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દારૂ અને બિયરની આશરે 72 પેટી, કુલ 2796બોટલ, એક વાહન, બે મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા દારૂની કિંમત રૂ. 7,94,640 હોવાનું સામે આવ્યું છે.

    આ સમગ્ર મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં રાજસ્થાનના રાજસમંદના કરણસિંહ લક્ષ્મણસિંહ સિસોદિયા અને ઉદયપુરના સરમેશચંદ્ર ગૌતમચંદ સામેલ છે.પોલીસ તપાસમાં વિદેશી દારૂનો જથ્થો મોકલનાર તરીકે ભૂરાભાઈ શેઠનું નામ સામે આવ્યું છે. ઉપરાંત, નડિયાદ ખાતે દારૂનો જથ્થો મંગાવનાર, વેગનઆર કારના માલિક સહિત અન્ય ત્રણ આરોપીઓની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.આરોપીઓ વિરુદ્ધ બાયડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

    સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ અને બાયડ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

  • મોડાસા રૂરલમાંથી રૂ. 23.58 લાખનો દારૂ સહિત મુદ્દામાલ ઝડપાયો

    મોડાસા રૂરલમાંથી રૂ. 23.58 લાખનો દારૂ સહિત મુદ્દામાલ ઝડપાયો

    અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂ-બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.

    મડાસણા ગામથી મોડાસા-જવાનપુર તરફ જતા રોડ પર મેશ્વો નદીના બ્રિજ નજીક જવાનપુર તરફના નાકા પાસે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એસ. ત્રીવેદીની ટીમે કરેલી કાર્યવાહીમાં આશરે 100 પેટી, કુલ 2,856 બોટલ દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 7,98,744 હોવાનું જણાવાયું છે.

    આ ઉપરાંત એક વાહન, બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 23,58,744નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.રેડ દરમિયાન બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

    આ મામલે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના પ્રકાશ પ્રેમલાલ પટેલ અને કમલેશ કિશનલાલ માળીનો સમાવેશ થાય છે. જ્યારે દેવસિંહ, નરેન્દ્રસિંહ, રિતેશ કલાલ તથા દારૂનો જથ્થો મંગાવનાર સહિત ચાર આરોપીઓ વોન્ટેડ છે.

  • ચાંદખેડા અને સોલા પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો..

    ચાંદખેડા અને સોલા પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો..

    અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એક આરોપીની ધરપકડ કરી છે.

    ક્રાઈમ બ્રાન્ચે ચાંદખેડા તથા સોલા પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનાઓમાં નાસતો ફરતો આરોપી અંકિત જેહાભાઈ દરજી, ઉંમર 31 વર્ષ, રહે. આશ્રય પ્લેટિનિયમ, સ્વામિનારાયણ મંદિર પાસે, ન્યૂ રાણીપ, અમદાવાદને તેના ઘર આગળથી ઝડપી પાડ્યો હતો.આરોપીને વધુ કાર્યવાહી માટે ચાંદખેડા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ કરવામાં આવી છે.

    પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 316(2), 316(4), 336(3), 340(2) અને 61 હેઠળ ગુનો નોંધાયેલ છે. જ્યારે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 318(4) હેઠળ ગુનો નોંધાયેલ છે.

    આ ઉપરાંત આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે અને વાડજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 316(2), 318(4) અને 54 હેઠળ ગુનો નોંધાયેલ હોવાનું જણાવાયું છે.

    અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહીથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે.