

કરજણ – વડોદરા | તા. ૧૫-૦૮-૨૦૨૬
વલણ ખાતે આવેલી વલણ મેડિકલ કોલેજમાં દેશભક્તિ અને ઉત્સાહભેર ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અબ્દુલ વલી મટકના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.ધ્વજવંદન બાદ ઉપસ્થિત મહાનુભાવો, તબીબી સ્ટાફ, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગાન સાથે દેશ પ્રત્યેની એકતા, અખંડિતતા અને દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો…આ પ્રસંગે સંસ્થાના આગેવાનો, તબીબો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. કાર્યક્રમનું આયોજન શિસ્તબદ્ધ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવ્યું હતું…
રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા.

Leave a Reply