Nari Prahar

અમદાવાદમાં ગાડીના કાચ તોડી ચોરી કરનાર પિતા-પુત્રની જોડી પૈકી એક ઝડપાયો

Written by

in

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ફોર-વ્હીલર ગાડીના કાચ તોડી રોકડ રકમની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે.

ચાંદખેડા વિસ્તારમાં એક મહિના અગાઉ જાહેરમાં પાર્ક કરાયેલી ફોર-વ્હીલર ગાડીના કાચ તોડી ગાડીમાંથી રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. આ ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે પિતા-પુત્રની જોડી પૈકીના પિતા સુજીત નારજીન્દ્રેકરને ઝડપી પાડ્યો છે.

આરોપી પાસેથી ચોરીની રોકડ રકમ એક લાખ રૂપિયા મળી આવી છે.પોલીસે આરોપી પાસેથી એક એક્સેસ મોટરસાયકલ પણ કબજે કરી છે. રોકડ રકમ અને મોટરસાયકલ સહિત કુલ એક લાખ પંદર હજાર રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.

ઝડપાયેલ આરોપી સુજીત નારજીન્દ્રેકર, ઉંમર ૫૨ વર્ષ, અમદાવાદના સરદારનગર વિસ્તારમાં રહે છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ અગાઉ પણ ચોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે.

ક્રાઇમ બ્રાન્ચે ચાંદખેડા વિસ્તારમાં બનેલા ગાડીના કાચ તોડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *