Nari Prahar

સાહોલથી શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ જવા કાવડયાત્રીઓ રવાના,હાલ શિરડીથી આગળ મહારાષ્ટ્ર પહોંચ્યા.

Written by

in

હાંસોટ તાલુકાના સાહોલ ગામેથી શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ના પાવન દર્શનાર્થે ભવ્ય કાવડ યાત્રા નું પ્રસ્થાન થતાં સમગ્ર વિસ્તાર શિવમય બન્યો હતો. શિવભક્તો દ્વારા આયોજિત આ ધાર્મિક યાત્રા માં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.ડીજેના તાલ, ઢોલ-નગારા અને ‘હર હર મહાદેવ’ તથા ‘જય ભોલેનાથ’ના ગગનભેદી નારા સાથે કાવડિયાઓ સાહોલ મહાદેવ મંદિરથી પવિત્ર જળ લઈને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ તરફ રવાના થયા હતા. કાવડ યાત્રાના પ્રસ્થાન સમયે ગ્રામજનો દ્વારા કાવડિયાનું ભવ્ય સ્વાગત કરી યાત્રા ને મંગલમય મનોકામના સાથે વિદાય આપવામાં આવી હતી.જેમાં ૯ નવ કાવડયાત્રીઓ અને ૫ સેવાભાવી ભક્તો સાથે જોડાયા હતા.શ્રદ્ધાળુઓમાં અનન્ય ભક્તિભાવ અને અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો.કાવડયાત્રીઓ આવતા મહિને 9 તારીખે જ્યોતિર્લિંગને જળ અભિષેક કરશે તેમજ 12 તારીખે સાહોલ પરત ફરશે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *