Nari Prahar

દેણવા ગામે વિકાસકાર્યોનું ભવ્ય ખાતમુહૂર્ત.!!દેણવા ગામે વિકાસની ગતિને મળ્યો વેગ — રૂ. 5 લાખથી વધુના કામોનું ખાતમુહૂર્ત..

Written by

in

આમોદ તાલુકાના દેણવા ગામે આજે વિકાસના નવા કામોની શરૂઆત કરવામાં આવી હતી. જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડી. કે. સ્વામીજીની અધ્યક્ષતામાં કુંતેશ્વર મહાદેવ મંદિર ખાતે અંદાજિત રૂ. 5 લાખથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

કુંતેશ્વર મહાદેવ મંદિર ખાતે શેડના કામ તેમજ બ્લોક પેવિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

ધાર્મિક સ્થળના વિકાસ સાથે ગામમાં જરૂરી સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના આ પ્રયાસને ગ્રામજનોએ આવકાર્યો હતો.

આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમા, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકરો, ગામના સરપંચ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય ડી. કે. સ્વામીજીના નેતૃત્વમાં જંબુસર વિધાનસભા વિસ્તારમાં વિકાસકાર્યોને સતત ગતિ મળી રહી છે ત્યારે દેણવા ગામે શરૂ થયેલા આ કામોથી ગ્રામજનોને આગામી સમયમાં વધુ સુવિધાનો લાભ મળશે.વિકાસના કામો માત્ર ખાતમુહૂર્ત સુધી સીમિત નહીં રહે, પરંતુ સમયસર પૂર્ણ થઈને જનતાને તેનો સીધો લાભ મળે તે દિશામાં કામગીરી થાય તેવી ગ્રામજનોમાં આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *