
અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે અમરાઈવાડી વિસ્તારમાં હાટકેશ્વર મદ્રાસી મંદિર પાસે આવેલી સૂર્યનગરની ચાલીમાં બાતમીના આધારે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પ્રોહિબિશનનો કેસ નોંધ્યો હતો.
પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટની બિયરની 93 નંગ બોટલો તેમજ 180 મી.લી.ની કાચ અને પ્લાસ્ટિકની કુલ 286 બોટલો મળી કુલ રૂ.47,810નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલે પોલીસે નરેશ ઉર્ફે કાલીસ સન.ભીખાભાઈ ભરવાડ (ઉં.વ.37), રહે. સૂર્યનગરની ચાલી, હાટકેશ્વર, અમરાઈવાડી, અમદાવાદ, મૂળ વતન માકણજ, તા.જી. મહેસાણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ અગાઉ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તથા જુગારધારા હેઠળના ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે.
