એક્સપ્રેસ હાઈવે પર બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતકરજણ ફાયર વિભાગ ટીમની 45 મિનિટની જહેમત બાદ ડ્રાઈવરને સહીસલામત બહાર કઢાયો..

કરજણ – વડોદરા | તા. ૧૧-૦૮-૨૦૨૬આજે સવારે ૦૭:૪૪ કલાકે એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી દ્વારા

કરજણ ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી કે માતર ટોલ પ્લાઝા નજીક એક્સપ્રેસ હાઈવે પર બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે અને પાછળથી અથડાયેલી ટ્રકના કેબિનમાં ડ્રાઈવર ફસાઈ ગયો છે.જાણ મળતાની સાથે જ કરજણ ફાયર વિભાગની ટીમ ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થળ પર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે હાઈવે પર આગળ ઉભેલી ટ્રકમાં પાછળથી બીજી ટ્રક ધડાકાભેર અથડાતા પાછળની ટ્રકના કેબિનમાં ડ્રાઈવર સ્ટેરિંગના ભાગે કમરથી નીચેના ભાગે ફસાઈ ગયો હતો…ત્યારબાદ પરિસ્થિતિની ગંભીરતા જોતા કરજણ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. હાઈડ્રોલિક રેસ્ક્યુ સાધનોની મદદથી આશરે ૪૫ મિનિટની ભારે જહેમત બાદ ડ્રાઈવર સલમાન ખાનને સહીસલામત રીતે કેબિનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.બાદમાં ઈજાગ્રસ્ત ડ્રાઈવરને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક આમોદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો….

મળતી માહિતી મુજબ ડ્રાઈવર સલમાન ખાન ટ્રકમાં રાજકોટથી Flipkart કુરિયર સર્વિસીસનો માલસામાન ભરી સુરત તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.કરજણ ફાયર વિભાગની ટીમે અકસ્માતની જાણ થતાં જ સમયસર ઘટનાસ્થળે પહોંચી ઝડપી અને કુશળ રેસ્ક્યુ કામગીરી હાથ ધરતા ડ્રાઈવરનો જીવ બચાવવામાં સફળતા મેળવી હતી…

રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા….. માતર