


SMCએ કન્ટેનરમાંથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપી લીધો, ચાલકની ધરપકડ…
ભરૂચ: અંકલેશ્વર નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે મોટી કાર્યવાહી કરી રૂ.1.43 કરોડની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
દારૂ ભરેલા કન્ટેનર સાથે ચાલકની ધરપકડ કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ SMCને બાતમી મળી હતી કે, ખાલપીયા ગામની સીમમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી કન્ટેનરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.
બાતમીના આધારે SMCની ટીમે વોચ ગોઠવી કન્ટેનરને અટકાવી તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન કન્ટેનરમાંથી વિદેશી દારૂના 958 બોક્સ તેમજ 23,460 બિયર ટીન મળી આવ્યા હતા.
પોલીસે દારૂ અને બિયરની કુલ કિંમત રૂ.1.43 કરોડ હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત કન્ટેનર, બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ.1.74 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહી દરમિયાન કન્ટેનર ચાલક અનવરશા મહમંદ હનિફ બેલગાવકરની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં દારૂનો આ જથ્થો હરિયાણાથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
હાલ SMC દ્વારા દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી તેમજ સમગ્ર દારૂના નેટવર્કમાં સંકળાયેલા અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
Leave a Reply