Nari Prahar

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એન.ડી.પી.એસ.ના ગુનામાં ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો.

Written by

in

અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. એક્ટના ગુનામાં છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીની ઓળખ નેહલભાઈ સ/ઓફ શૈલેષભાઈ મનુભાઈ પટેલ (ઉંમર ૩૮ વર્ષ) તરીકે થઈ છે. આરોપી અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા બલોલનગર પાસેના પ્રયાગ એપાર્ટમેન્ટમાં મકાન નંબર ૪૦૩માં રહે છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનો રજિસ્ટર નંબર 11191018260551/2026 મુજબ એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૨(બી) અને ૨૯ હેઠળ ગુનો નોંધાયેલો છે.

આ ગુનામાં આરોપી છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો હતો.અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ શરૂ કરી છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *