Nari Prahar

દાણીલીમડાના કેલીકો મિલ કંમ્પાઉન્ડમાંથી બે દેશી તમંચા અને બે કારતુસ સાથે એક ઇસમ ઝડપાયો..

Written by

in

અમદાવાદ, તા. 16 સપ્ટેમ્બર, 2026: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે દાણીલીમડા વિસ્તારમાં આવેલા કેલીકો મિલ કંમ્પાઉન્ડમાંથી બે દેશી તમંચા અને બે કારતુસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.

પોલીસે કુલ રૂ. 20,200ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.આ અંગે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં પાર્ટ-બી ગુ.ર.નં. 11191011260297/2026 મુજબ આર્મ્સ એક્ટની કલમ 25(1)(બી-એ) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીએ કબૂલાત કરી હોવાનું જણાવાયું છે કે, તેની પાસેથી મળી આવેલા દેશી તમંચા અને કારતુસ તેણે અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા ખ્વાજાનગરમાં રહેતા સાદાબખાન અકીલખાન પઠાણ પાસેથી વેચાણ માટે મેળવ્યા હતા. આ મામલે વધુ તપાસ અને કાર્યવાહી ચાલુ છે.

ઝડપાયેલા આરોપીની ઓળખ સોહિલખાન ઉર્ફે બડા બાબુ સ/ઓ રીયાઝુદીન પઠાણ (ઉંમર 27 વર્ષ), રહે. મકાન નં. એ/4, બાગેકૌશર મસ્જિદ પાસે, કેનાલ રોડ, નારોલ, અમદાવાદ તરીકે થઈ છે.

પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં બે દેશી તમંચા, કિંમત રૂ. 20,000 તથા બે કારતુસ, કિંમત રૂ. 200નો સમાવેશ થાય છે.આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે.

નારોલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં ભારતીય દંડ સંહિતાની કલમ 323, 324, 294(ખ), 114 તથા જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધાયેલો હોવાનું પોલીસ રેકોર્ડમાં દર્શાવવામાં આવ્યું છે.

ઉપરાંત, આરોપીએ નારોલ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ એક કેસ થયાની કબૂલાત કરી હોવાનું જણાવાયું છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *