Nari Prahar

અમદાવાદમાં હત્યાના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.

Written by

in

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેને નિકોલ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ કરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આજથી ત્રણ વર્ષ અગાઉ નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાડી પાર્કિંગની બાબતે ફરિયાદી સાથે આરોપીએ તેના સહઆરોપીઓ સાથે મળી બોલાચાલી કરી હતી. આ દરમિયાન ફરિયાદીના પિતાને શરીરે ઈજાઓ પહોંચાડીને હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બન્યો હતો.

આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

પકડાયેલ આરોપીની ઓળખ વિક્રમ ઉર્ફે મોન્ટુ સ/ઓ શીતલા પ્રસાદ શુક્લા (ઉંમર 41 વર્ષ) તરીકે થઈ છે. આરોપી વ્યવસાયે વેપારી છે અને અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહે છે.

પોલીસ રેકોર્ડ મુજબ, આરોપી વિરુદ્ધ અગાઉ પણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે.

હાલ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *