Nari Prahar

સુરેન્દ્રનગરના વઢવાણમાંથી રૂ. 94.84 લાખનો દારૂ ઝડપાયો, સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી..

Written by

in

સુરેન્દ્રનગર, તા. 17/09/2026: પોલીસ મહાનિર્દેશક જી.એસ. મલિક IPS ની સૂચના અન્વયે સ્ટેટ મોનિટરિંગ સેલે ખેડા અને સુરેન્દ્રનગરમાં દારૂ સામે ઝુંબેશ તેજ કરી છે.

જે અંતર્ગત સેલના પો.ઈન્સ. બી.એચ. રાઠોડની ટીમે વઢવાણમાં સૌથી મોટી રેઈડ કરી છે.

અમદાવાદ – રાજકોટ હાઈવે પર, બલદાણા ગામ નજીક જય દ્વારકાધીશ ટી સ્ટોલ સામે, લીંબડીથી રાજકોટ તરફ જતા જાહેર રોડ પર રેઈડ દરમિયાન પોલીસે એક ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.

જપ્ત મુદ્દામાલ:- પેટી નંગ – 555- કુલ બોટલ નંગ – 20,976- દારૂની કિંમત – રૂ. 94,84,140- ટ્રક + મોબાઈલ + રોકડ મળી કુલ મુદ્દામાલ – રૂ. 1,25,35,111

પકડાયેલા આરોપી:

1) જોગાસિંહ સુંદરસિંહ ભગીયાના (જાટ) – રહે. યમુનાનગર, હરિયાણા

2) નરેશ મદનલાલ શર્મા (પંડિત) – રહે. ભીવાણી, હરિયાણા

વોન્ટેડ: રમેશકુમાર જાટ (જ્જર, હરિયાણા) સહિત ટ્રક માલિક અને દારૂ મંગાવનાર અન્ય 3 ઇસમો.

આ અંગે વઢવાણ પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગુ.ર.નં. 11211055260607/2026 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *