Nari Prahar

જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં ‘રોગી કલ્યાણ સમિતિ’ની બેઠક યોજાઈ..

Written by

in

ભરૂચ – બુધવાર – જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાંત અધિકારી સાહેબની અધ્યક્ષતામાં રોગી કલ્યાણ સમિતિની એક બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં હોસ્પિટલની વિવિધ આરોગ્ય સેવાઓ, દર્દીઓને મળતી સુવિધાઓ તેમજ હોસ્પિટલના વિકાસ અને સુધારા અર્થે જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

પ્રાંત અધિકારીશ્રીએ હોસ્પિટલમાં આવતા દર્દીઓને વધુ સારી અને ગુણવત્તાસભર સારવાર મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી અને સમિતિના સભ્યો સાથે હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં રોગી કલ્યાણ સમિતિના સભ્યો, હોસ્પિટલના તબીબી સુપ્રિન્ટેન્ડેન્ટ તથા આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *