Nari Prahar

વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ મહિલાઓ ઝડપાઈ..

Written by

in

અમદાવાદ, તા. 15: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ મહિલાઓને ઝડપી પાડી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના રામોલ વિસ્તારમાં CTM એક્સપ્રેસ હાઈવે ચાર રસ્તાથી જશોદાનગર તરફ જવાના રસ્તા પર જાહેરમાંથી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

તા. 15 સપ્ટેમ્બર, 2026ના રોજ બપોરે આશરે 2:30 વાગ્યે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ મહિલાઓને ઝડપી લેવામાં આવી હતી.

આ મામલે રામોલ પોલીસ સ્ટેશન પાર્ટ-સી ગુ.ર.નં. 11191024261070/2026 હેઠળ પ્રોહિબિશન કલમ 65(A)(ઇ), 116(બી) અને 81 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની તપાસ રામોલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.

પકડાયેલી મહિલાઓમાં ભદદુબેન નરેશભાઈ જાલુભાઈ, ઉંમર 30 વર્ષ, રહે. નગરાળા, તા. દાહોદ; સુશીલાબેન હરસિંગ બસુભાઈ , ઉંમર 40 વર્ષ, રહે. ડુંગરપુર, તા. દાહોદ; તેમજ શારદાબેન નરેશભાઈ જાલુભાઈ, ઉંમર 35 વર્ષ, રહે. નગરાળા, તા. દાહોદનો સમાવેશ થાય છે.

પોલીસે તેમની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 180 મિલીની અલગ અલગ બ્રાન્ડની કુલ 490 બોટલ, જેની અંદાજિત કિંમત રૂ. 63,220 છે, તે મુદ્દામાલ કબજે કર્યો છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *