
ગાંધીનગર / ખેડા, તા. 14/09/2026: ગુજરાતના પોલીસ મહાનિર્દેશક જી.એસ. મલિક, IPS દ્વારા રાજ્યમાં ચાલતી ગેરકાયદે દારૂ-જુગારની પ્રવૃત્તિ ડામવા આપેલી સૂચના અન્વયે સ્ટેટ મોનિટરિંગ સેલે ખેડા જિલ્લામાં મોટી કાર્યવાહી કરી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના પો.ઈન્સ. એ.જે. ચૌહાણે મહુધાથી નડિયાદ તરફ જતા રોડ પર, મહુધાથી 3 કિમી પહેલા આવેલ પઠાણ ફાર્મ હાઉસ પાસે, જિ. ખેડા ખાતે રેઈડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
જપ્ત કરાયેલ મુદ્દામાલ:- IMFL પેટી નંગ – 60 (આશરે)
કુલ બોટલ નંગ – 2481
દારૂની કિંમત – રૂ. 9,51,150/-
વાહન નંગ – 01, મોબાઈલ નંગ – 02
રોકડ સહિત- કુલ મુદ્દામાલ – રૂ. 19,61,490/-
પકડાયેલા આરોપીઓ (2):
1. સોહન લાલાજી પદમાત, રહે. સુંદરપુર ગામ, થાના સદર, જિ. ડુંગરપુર (રાજસ્થાન)
2. દિનેશકુમાર હાજારામ મીણા અહારી, રહે. વરણા ગામ, થાના કલ્યાણપુર, જિ. ઉદેપુર (રાજસ્થાન)
વોન્ટેડ આરોપીઓ (2):
1. પવનભાઈ, રહે. વડોદરા
2. પરશુરામ રાજપુત, રહે. જયસમંદ, જી. સલમબુર
આ અંગે મહુધા પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગુ.ર.નં. 11204039260599/2026, પ્રોહી એક્ટ કલમ 65(એ)(ઈ), 81, 83, 98(2), 116(બી) તથા BNS કલમ 336(2), 336(3), 340(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે…

Leave a Reply