Nari Prahar

અરવલ્લીના બાયડમાંથી રૂ. 10 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો.

Written by

in

અરવલ્લી જિલ્લાના બાયડ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની મોટી ખેપ ઝડપી પાડી છે.

પોલીસે કુલ રૂ. 10,04,640 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાયડ એસ.ટી. બસ સ્ટેન્ડ સામે જાહેર રોડ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દારૂ અને બિયરની આશરે 72 પેટી, કુલ 2796બોટલ, એક વાહન, બે મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા દારૂની કિંમત રૂ. 7,94,640 હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં રાજસ્થાનના રાજસમંદના કરણસિંહ લક્ષ્મણસિંહ સિસોદિયા અને ઉદયપુરના સરમેશચંદ્ર ગૌતમચંદ સામેલ છે.પોલીસ તપાસમાં વિદેશી દારૂનો જથ્થો મોકલનાર તરીકે ભૂરાભાઈ શેઠનું નામ સામે આવ્યું છે. ઉપરાંત, નડિયાદ ખાતે દારૂનો જથ્થો મંગાવનાર, વેગનઆર કારના માલિક સહિત અન્ય ત્રણ આરોપીઓની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.આરોપીઓ વિરુદ્ધ બાયડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ અને બાયડ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *