રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજની નવી ટીમે સંભાળી જવાબદારી..

ભરૂચ ખાતે આજે રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ દ્વારા નવી ટીમની ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ 2026-27 માટે નવી ટીમની વરણી અને પદગ્રહણ સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન Rtn. શ્રી ઝૈનુલ આબેદીન સૈયદને રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજના નવા પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. તેમની સાથે નવી ટીમના સભ્યોને પણ વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

સમારોહમાં મુખ્ય મહેમાન Past District Governor Rtn. પરાગ શેઠ દ્વારા નવા પ્રમુખ તથા નવી ટીમનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું. જ્યારે Rtn. Dr. વનરાજ સિંહ મહિડા, Past President તથા President, IMA Gujarat Chapter, અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત Rtn. Dr. સુહેલ વાઝા દ્વારા રોટરી પ્રાર્થના અને Four-Way Testથી કરવામાં આવી હતી.

ત્યારબાદ Rtn. Dr. ઈરફાન પટેલ, Immediate Past President દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. Rtn. અયુબ પટેલ (President-Elect) દ્વારા વર્ષ 2025-26નો સચિવીય અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે Rtn. નઝિર પટેલ, Rtn. Dr. મિન્હાજ પટેલ, Rtn. યાસિન દાદાભાઈ સહિત રોટરી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન નવા સભ્યોનું ઇન્ડક્શન પણ કરવામાં આવ્યું હતું.નવા પ્રમુખ Rtn. ઝૈનુલ આબેદીન સૈયદ અને તેમની નવી ટીમને રોટરી સભ્યો તથા ઉપસ્થિત મહાનુભાવોએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. નવી ટીમ આગામી વર્ષ દરમિયાન સમાજસેવા, આરોગ્ય, શિક્ષણ તેમજ લોકહિતના વિવિધ સેવાકીય પ્રકલ્પોને વધુ વેગ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.આ કારયક્રમમા સવિશેષ રૉટરી અંકલેશ્ર્વરના પ્રેસીડન્ટ સુનીલ નાડકર્ણી, સેક્રેટરી ડૉ. પ્રણવ બ્રહમભટૄ, રોટરી ડિસ્ટ્રીકટ 3060ના એજી ઘનશ્યામ ગજેરા, ઇનરવ્હીલ કલબના પ્રમુખ શ્રૃતિબેન ચાવડા, આરસીસીના પ્રમુખ સ્મિતાબેન સોની, IMA ભરૂચના પ્રમુખ ડૉ. આઇ. એ ખાન તથા કોઁગ્રેસ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી પણ ખાસ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના અંતે Rtn. શ્રી ઈરફાનભાઈ હીરા દ્વારા ઉપસ્થિત મહાનુભાવો, રોટરી સભ્યો અને તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.