

JSGIF ગુજરાત રિજન દ્વારા આયોજિત તથા હોસ્ટ ગ્રુપ JSG દહાણુ દ્વારા યોજાયેલી ભવ્ય દેશભક્તિ ગીત સ્પર્ધામાં JSG ભરુચના સભ્યોએ શાનદાર પ્રદર્શન કરી સમગ્ર ભરૂચનું ગૌરવ વધાર્યું હતું.સ્પર્ધામાં JSG ભરુચના નરેશ શાહે પ્રથમ સ્થાન જ્યારે કેશા જયંત દોશીએ દ્વિતીય સ્થાન મેળવી ઉત્કૃષ્ટ સફળતા હાંસલ કરી હતી. એક જ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય બંને સ્થાન JSG ભરુચના ફાળે આવતા સમગ્ર JSG પરિવાર માટે ગૌરવની ક્ષણ બની હતી.વિજેતાઓ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને JSG ભરુચના પ્રમુખ યુગેશ શાહ તથા સમગ્ર ટીમ દ્વારા હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.દેશભક્તિના રંગે રંગાયેલી આ સ્પર્ધાના સુંદર આયોજન બદલ JSGIF ગુજરાત રિજન તથા JSG દહાણુ ટીમનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
