Nari Prahar

કાકરાપાર પોલીસે રૂ. 49.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો..

તાપી જિલ્લાના કાકરાપાર પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી રૂ. 49.57 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં રૂ. 16.11 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો સામેલ છે.સ્ટેટ મોનિટરિંગ સેલના PSI એમ.કે. માલવિયાની ટીમે વ્યારા તાલુકાના તાડકુવા ગામના કાટગડ ફળિયામાં સુનિલભાઈ ગામીતની ઓરડી નજીક ગોચરની ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન આશરે 150 પેટી દારૂ-બિયર અને કુલ 6,444 બોટલ મળી આવી હતી. દારૂની કિંમત રૂ. 16,11,648 હોવાનું સામે આવ્યું છે. દારૂ સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 49,57,268નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. કાકરાપાર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપીઓમાં જીગ્નેશકુમાર બટુભાઈ ગામીત, વિકાસ બચુભાઈ ગામીત અને મિતુલભાઈ મિષેશભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે. જ્યારે મુકેશભાઈ ઉર્ફે મન્નુભાઈ અનિભાઈ ગામીત, મનીષ રમણભાઈ ગામીત અને રીતેષ ઉર્ફે રીતલો બઢુિયા હળપતી વોન્ટેડ છે.