
સુરત ગ્રામ્યના કડોદરા GIDC પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી રૂ. 7.28 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પલસાણા તાલુકાના વાકાણેડા ખાતે ચલથાણ રેલવે સ્ટેશન પાછળ આવેલા પાટીચાલ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની આશરે 70 પેટી તથા 1,785 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 7,28,208 હોવાનું જણાવાયું છે.
દારૂના જથ્થા ઉપરાંત અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 32,86,558નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ મામલે કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
